હવે સોશ્યલ મીડિયા પર એક સુંદર વિડિયો જોવા મળી રહ્યો છે, જેમાં ગુલાબી ફૂલોથી સજેલા આ શહેરનો એરિયલ વ્યુ રજૂ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફર રાજા મોહને ટ્વિટર પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો.
Offbeat News
બૅન્ગલોર બન્યું પિન્ક સિટી
ઇન્ડિયાના આઇટી હબ બૅન્ગલોરના માર્ગો અને એરિયલ વ્યુ હવે ફૂલગુલાબી જોવા મળે છે, જે ઇન્ડિયન સિલિકૉન વૅલીને આશ્ચર્યજનક સ્વરૂપ આપે છે. અનેક ફોટોગ્રાફ અને વિડિયોમાં બૅન્ગલોરના માર્ગો ગુલાબી ફૂલોથી મનમોહક જોવા મળે છે. હવે સોશ્યલ મીડિયા પર એક સુંદર વિડિયો જોવા મળી રહ્યો છે, જેમાં ગુલાબી ફૂલોથી સજેલા આ શહેરનો એરિયલ વ્યુ રજૂ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફર રાજા મોહને ટ્વિટર પર આ વિડિયો પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં ચેરી બ્લૉસમનાં વૃક્ષો પર ગુલાબી ફૂલોને કારણે મનમોહક બૅકડ્રૉપમાં પસાર થતી ટ્રેન જોવા મળે છે.