ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓ વચ્ચે ખોવાયેલી ચેઇન પાછી મળે તો માણસને ચેન પડે. બૅન્ગલોરમાં મહિલાઓને ઑટોરિક્ષા ચલાવવાની તાલીમ આપતી સંસ્થા તાલિરુ ફાઉન્ડેશનની પ્રમુખ ચિત્રાને આવું ચેન પડ્યું છે
અજબગજબ
રિક્ષા-ડ્રાઇવર ગિરીશ
ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓ વચ્ચે ખોવાયેલી ચેઇન પાછી મળે તો માણસને ચેન પડે. બૅન્ગલોરમાં મહિલાઓને ઑટોરિક્ષા ચલાવવાની તાલીમ આપતી સંસ્થા તાલિરુ ફાઉન્ડેશનની પ્રમુખ ચિત્રાને આવું ચેન પડ્યું છે. ચિત્રા મૈસૂરથી રિક્ષામાં બૅન્ગલોર ગયાં હતાં. ઘરે પહોંચ્યાં ત્યારે ખબર પડી કે સોનાની ચેઇન ખોવાઈ ગઈ છે. પાછી મળવાની આશા તેમણે છોડી દીધી હતી. પછી બીજા દિવસે રિક્ષા-ડ્રાઇવર ગિરીશ તેમના ઘરે આવ્યો અને સોનાની ચેઇન આપી દીધી. ચિત્રા ખુશખુશાલ થઈ ગયાં અને રિક્ષાચાલક ગિરીશનો આભાર માન્યો. પ્રામાણિકતાની આખી ઘટનાનો વિડિયો તેમણે સોશ્યલ મીડિયામાં મૂક્યો છે.