સોશ્યલ મીડિયા પર એક વિડિયો ફરી રહ્યો છે જેમાં બામ્બુમાંથી એક લાંબી નિસરણી અને ચગડોળ જેવું બનાવવામાં આવ્યું છે. એના પર લાકડાના જ સ્ટૅન્ડ પર એક બાળક બેઠું છે જે મજ્જેથી એ ચગડોળની મજા લઈ રહ્યું છે. આ મેઘાલયના કોઈ ગામમાં બન્યું છે.
રોલર-કોસ્ટર રાઇડ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો ફરી રહ્યો છે જેમાં બામ્બુમાંથી એક લાંબી નિસરણી અને ચગડોળ જેવું બનાવવામાં આવ્યું છે. એના પર લાકડાના જ સ્ટૅન્ડ પર એક બાળક બેઠું છે જે મજ્જેથી એ ચગડોળની મજા લઈ રહ્યું છે. આ મેઘાલયના કોઈ ગામમાં બન્યું છે. વિશ્વની જાયન્ટ રોલર-કોસ્ટર રાઇડ બનાવવામાં જે ખર્ચો થાય છે અને એમાં જે જોખમ હોય છે એની સામે મેઘાલયમાં બનેલી આ રોલર-કોસ્ટર રાઇડ રિસ્ક-ફ્રી તો છે જ પણ સાથે નિર્દોષ મજા આપનારી પણ છે. વાંસના જ લાંબા ટ્રૅક કેટલાક ઘરના પ્રાંગણમાંથી પસાર થાય છે. એના પર વાંસમાંથી જ બનાવેલી બગ્ગી પર બેસીને આખા ગામની મજા લઈ શકાય છે. સોશ્યલ મીડિયા પર પાંચ દિવસમાં ૩૦ લાખ લોકોએ આ રોલરકોસ્ટર રાઇડનો વિડિયો જોયો છે અને બધાને દેશી સ્ટાઇલ બહુ ગમી છે.

