વિડિયો સાથે બાબા પ્રમોટ કરી રહ્યા છે કે ઘોડા જેવી દોડવાની તાકાત, સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટી, ઍન્ટિ-એજિંગ અને પાવર જોઈએ તો સ્વર્ણ શિલાજિત અને પતંજલિની પ્રોડક્ટ્સ ખાઓ.
બાબા રામદેવ
મંગળવારે બાબા રામદેવે એક વિડિયો તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર મૂક્યો હતો અને એમાં તેઓ એક ઘોડા સાથે દોડી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે પતંજલિ આયુર્વેદની કેટલીક પ્રોડક્ટ્સ લેવાથી ઍન્ટિ-એજિંગ બેનિફિટ્સ મળે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ વિડિયો સાથે બાબા પ્રમોટ કરી રહ્યા છે કે ઘોડા જેવી દોડવાની તાકાત, સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટી, ઍન્ટિ-એજિંગ અને પાવર જોઈએ તો સ્વર્ણ શિલાજિત અને પતંજલિની પ્રોડક્ટ્સ ખાઓ.
વિડિયોમાં સફેદ ઘોડાને દોડવામાં હંફાવી રહેલા ૫૯ વર્ષના બાબા રામદેવનો આ વિડિયો ભારતમાં જ નહીં, દેશ-વિદેશના લોકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે. થોડા સમય પહેલાં બાબા ગધેડીનું દૂધ પીતા જોવા મળ્યા હતા અને હવે ૨૦ વર્ષના જુવાન જેવા તરવરાટ સાથે ઘોડા સાથે રેસ કરી રહ્યા છે.

