ગોબરના લીંપણને કારણે અંદરની હીટિંગ પ્રોસેસ ધીમી પડી જાય છે. ડૉ. રામ હરિ કદમે ૧૫ લાખ રૂપિયાની કીમતી મહિન્દ્ર XUV 300 કારને ગોબર-કોટ કરી છે.
મહારાષ્ટ્રના પંઢરપુરના આયુર્વેદ ડૉક્ટર રામ હરિ કદમે પણ આવો જ નુસખો પોતાની કાર સાથે કર્યો છે
થોડા સમય પહેલાં અમદાવાદનાં સેજલ શાહ નામનાં એક બહેને પોતાની ટૉયોટા અલ્ટિસ કારને ગોબરથી લીંપીને એમાં વારલી પેઇન્ટિંગ જેવી રંગોળી પણ ચીતરાવી હતી. જોકે હવે મહારાષ્ટ્રના પંઢરપુરના આયુર્વેદ ડૉક્ટર રામ હરિ કદમે પણ આવો જ નુસખો પોતાની કાર સાથે કર્યો છે. એટલું જ નહીં, તેમણે તો દાવો પણ કર્યો છે કે આમ કરવાથી કારમાં તમને ઍર-કન્ડિશનરની પણ જરૂર નહીં પડે. જ્યારે તડકામાં ગાડી પાર્ક થઈને પડી હોય છે ત્યારે અંદર અચાનક ખૂબ ગરમીનો પારો વધી જાય છે, પણ ગોબરના લીંપણને કારણે અંદરની હીટિંગ પ્રોસેસ ધીમી પડી જાય છે. ડૉ. રામ હરિ કદમે ૧૫ લાખ રૂપિયાની કીમતી મહિન્દ્ર XUV 300 કારને ગોબર-કોટ કરી છે.

