Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયન મહિલાએ સળંગ ૧૦૭ મૅરથૉન દોડીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

ઑસ્ટ્રેલિયન મહિલાએ સળંગ ૧૦૭ મૅરથૉન દોડીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

Published : 11 December, 2022 09:19 AM | IST | Canberra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આટલેથી ન અટકતાં એર્ચના કુલ ૧૫૦ મૅરથૉન દોડીને લુપ્તપ્રાય પ્રાણીઓ માટે નાણાં એકઠાં કરવાની છે

ઑસ્ટ્રેલિયન મહિલાએ સળંગ ૧૦૭ મૅરથૉન દોડીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

ઑસ્ટ્રેલિયન મહિલાએ સળંગ ૧૦૭ મૅરથૉન દોડીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો


ઑસ્ટ્રેલિયાની એર્ચના મરે-બાર્ટલેટે ઑસ્ટ્રેલિયાના કેપ યૉર્કથી મેલબર્ન સુધી દોડવાનું શરૂ કર્યું અને ૧૦૭ દિવસ પછી ૩ ડિસેમ્બરે એક મહિલા દ્વારા સતત સૌથી વધુ મૅરથૉન દોડવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. જોકે આટલેથી ન અટકતાં એર્ચના કુલ ૧૫૦ મૅરથૉન દોડીને લુપ્તપ્રાય પ્રાણીઓ માટે નાણાં એકઠાં કરવાની છે.


વાઇલ્ડરનેસ સોસાયટી સાથે મળીને કામ કરતી એર્ચના ઑસ્ટ્રેલિયાની લુપ્ત થવાની અણીએ આવેલી પ્રજાતિ પર ધ્યાન આપવાના સંદેશને ફેલાવવા માટે દરરોજ મેઇનલૅન્ડ ઑસ્ટ્રેલિયા (કેપ યૉર્ક)થી મેલબર્ન સુધી મૅરથૉન દોડે છે. આ મૅરથૉન દ્વારા ૬૨,૦૦૦ ડૉલર (લગભગ ૫૧ લાખ રૂપિયા) એકઠા કરવાનો તેનો ટાર્ગેટ છે. મતલબ કે ૧૦ ડૉલર (લગભગ ૮૨૪ રૂપિયા) માટે તે પ્રત્યેક કિલોમીટર દોડે છે.



મૅરથૉન દોડીને એકત્ર કરાયેલું ભંડોળ લુપ્ત થવાની અણીએ આવેલી પ્રજાતિ વિશે લોકોને શિક્ષિત કરવા, વાઇલ્ડરનેસ સોસાયટીના કામને સમર્થન આપવા તથા ઑસ્ટ્રેલિયાની પ્રકૃતિ વિશે જણાવતી દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં ઉપયોગમાં લેવાશે.


Whatsapp-channel Whatsapp-channel

11 December, 2022 09:19 AM IST | Canberra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK