ઑસ્ટ્રિયાના વિયેનામાં રહેતાં ઍન્ડ્રિઆ વાનેક નામનાં બહેનને ત્રણ વર્ષ પહેલાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. આર્ટ અને ક્રાફ્ટની ટીચર ઍન્ડ્રિઆને અચાનક હૃદયના ધબકારા વધી જવાની અને વારંવાર ચક્કર આવવાની તકલીફ શરૂ થયેલી.
અજબગજબ
ઍન્ડ્રિઆ વાનેક
ઑસ્ટ્રિયાના વિયેનામાં રહેતાં ઍન્ડ્રિઆ વાનેક નામનાં બહેનને ત્રણ વર્ષ પહેલાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. આર્ટ અને ક્રાફ્ટની ટીચર ઍન્ડ્રિઆને અચાનક હૃદયના ધબકારા વધી જવાની અને વારંવાર ચક્કર આવવાની તકલીફ શરૂ થયેલી. થોડુંક ચાલતાં તો બહેન થાકી જતાં. ડૉક્ટરોને બતાવ્યું તો પહેલાં તો નિદાન કરવામાં બહુ તકલીફ પડી. અનેક ડૉક્ટરોને દેખાડ્યા પછી નિદાન થયું કે તેમને લૉન્ગ કોવિડ છે. મતલબ કે કોરોનાનો એવો ચેપ છે જે લાંબા સમયથી ચાલતો આવ્યો છે. કોવિડને કારણે તેઓ આજે ત્રણ વર્ષ પછી પણ પોતાના ઘરમાં જ ભરાઈ રહે છે. ઘરની બાલ્કનીમાં બેસીને તેઓ બહારની દુનિયા જોતાં રહે છે.