Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અતુલ સુભાષને ન્યાય અપાવવા બર્ગર કંપનીએ શરૂ કરી અનોખી પહેલ, લોકોએ કર્યા ખૂબ વખાણ

અતુલ સુભાષને ન્યાય અપાવવા બર્ગર કંપનીએ શરૂ કરી અનોખી પહેલ, લોકોએ કર્યા ખૂબ વખાણ

Published : 16 December, 2024 09:48 PM | Modified : 16 December, 2024 10:05 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Atul Subhash Suicide: બિલની વાયરલ તસવીર પર લખવામાં આવ્યું છે કે “ટેકની અતુલ સુભાષની આત્મહત્યાથી અમે ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. તેમનું જીવન પણ બીજા બધાની જેમ જ મહત્ત્વપૂર્ણ હતું. R.I.P. ભાઈ. અમે આશા રાખીએ છીએ કે તમને આખરે બીજી બાજુ શાંતિ મળે”.

વાયરલ બિલ અને અતુલ સુભાષ (તસવીર: સોશિયલ મીડિયા)

વાયરલ બિલ અને અતુલ સુભાષ (તસવીર: સોશિયલ મીડિયા)


બેંગલુરુના IT એન્જિનિયર અતુલ સુભાષની (Atul Subhash Suicide) આત્મહત્યાને પગલે દેશમાં ચર્ચા શરૂ થઈ છે. આ સાથે સોશિયલ મીડિયા પર લોકો આ એન્જિનિયરને ન્યાય અપાવવા માટે માગણી કરી રહ્યા છે. જોકે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવી તસવીર વાયરલ થઈ રહી છે જેમાં એક બર્ગર બ્રાન્ડના બિલ પર અતુલ સુભાષને સપોર્ટ કરવા માટે એક મેસેજ લખવામાં આવ્યો છે અને તેને શ્રદ્ધાંજલી આપી તેની માટે ન્યાયની માગણી કરવામાં આવી છે. આ બિલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


સોશિયલ મીડિયા પર જમ્બોકિંગ આ બર્ગર બ્રાન્ડના (Atul Subhash Suicide) બિલની વાયરલ તસવીર પર લખવામાં આવ્યું છે કે “ટેકની અતુલ સુભાષની આત્મહત્યાથી અમે ઊંડો શોક વ્યક્ત કરીએ છીએ. તેમનું જીવન પણ બીજા બધાની જેમ જ મહત્ત્વપૂર્ણ હતું. R.I.P. ભાઈ. અમે આશા રાખીએ છીએ કે તમને આખરે બીજી બાજુ શાંતિ મળે”. આ બિલની તસવીર એક સમાન અધિકાર કાર્યકર્તા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે શૅર કરી છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepika Narayan Bhardwaj (@deepikanarayanbhardwaj)


આ ઇન્ફ્લુએન્સરે અતુલ સુભાષને શ્રદ્ધાંજલી (Atul Subhash Suicide) આપતી પોસ્ટમાં લખ્યું “અતુલ સુભાષને આવી રીતે લખવામાં આવેલી શ્રદ્ધાંજલિની હૃદયસ્પર્શી જેસટર જોવી એ પ્રશંસનીયથી ઓછું નથી! જમ્બોકિંગ બર્ગર આઉટલેટ - હૌઝ ખાસ મેટ્રો સ્ટેશન, દિલ્હી ખાતે સ્વામી સમર્થ ફૂડ્સ માટે ભારે આદર. મેં આ આઉટલેટ શોધી કાઢ્યું અને તેના માલિક મયંક સાથે વાત કરી કે તે કંઈક કરવા બદલ આભાર માને છે જે અન્ય ખાણીપીણીઓ કરી શકી હોત, પરંતુ તે કરવામાં નિષ્ફળ ગયા છે. હું આપણામાંના દરેકને અતુલ સુભાષના નામને જીવંત રાખવા માટે તેમના ઉપલબ્ધ સાધનો અને સાધનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરું છું! અતુલ કદાચ આ સમાજને હંમેશ માટે વધુ સારા માટે બદલી નાખશે તેવી અતુલ્ય રીતોથી હું સંપૂર્ણપણે ધાકમાં છું”.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ પર અનેક લોકોએ કમેન્ટ કરી છે અને અતુલને (Atul Subhash Suicide) શ્રદ્ધાંજલી આપી છે આ સાથે કેટલાક લોકો તેને ચિપ માર્કેટિંગ પણ ગણાવી રહ્યા છે અને કોઇની આત્મહત્યાનો પોતાના લાભ માટે ફાયદો ન લેવો જોઈએ એવું પણ કહી રહ્યા છે. બેંગલુરુના આ એન્જિનિયરે આત્મહત્યા કરવા પહેલા તેની પત્ની અને તેના પરિવાર પર સતામણીના આરોપ કર્યા હતા અને તેણે લગભગ 24 પાનાંની એક સુસાઈડ નોટ પણ લખી હતી આ સાથે તેણે જજ પર પણ લાંચ લઈને તેની પત્નીને છૂટાછેડા બાદની રકમ અપાવવા તરફ તરફેણી કરવાનો આરોપ કર્યો હતો અને હવે આ ઘટના રાષ્ટ્રીય સ્તરે પહોંચતા પીડિતની પત્ની અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2024 10:05 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK