Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નમાં કોણ પહેલો ફોટો પાડશે એ મામલે ધિંગાણું

લગ્નમાં કોણ પહેલો ફોટો પાડશે એ મામલે ધિંગાણું

Published : 13 December, 2022 11:41 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરરાજા તરફથી કેટલાક લોકોએ દારૂ પીધો હતો અને તેમણે ફોટો પાડવાના મામલે હઠ પકડી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

Offbeat News

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


આપણા દેશમાં લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપતા હોય છે. દરમ્યાન કોઈકનું માન-સન્માન ન સચવાતાં નાના-મોટા વિવાદ થતા રહે છે. જોકે આ વિવાદ શારીરિક ઝઘડામાં ભાગ્યે જ પ્રવર્તે છે. યુપીના દેવરિયા જિલ્લામાં એક લગ્નમાં કંઈક વિચિત્ર કારણસર ઝઘડો શરૂ થયો હશે. વરમાળાની વિધિ બાદ કોણ પહેલાં ફોટો પાડશે એ મામલે દલીલ બાદ આ બધું શરૂ થયું. વર અને કન્યા પક્ષ વચ્ચે પહેલાં તો ઉગ્ર દલીલો ચાલી, જે બાદમાં લડાઈમાં પરિણમી હતી. આ સંપૂર્ણ ઘટના ૮ ડિસેમ્બરે બની હતી. વરરાજા રામપુર કારખાનાથી છેક માધવપુર ગામ સુધી જાન લઈને આવ્યા હતા. બધા બહુ ઉત્સાહમાં હતા, પરંતુ કોણ પહેલાં ફોટો પાડશે એ મામલે વિવાદ થયો હતો. વરરાજા તરફથી કેટલાક લોકોએ દારૂ પીધો હતો અને તેમણે ફોટો પાડવાના મામલે હઠ પકડી હતી. વરરાજાના કાકા મધ્યસ્થી કરવા ગયા તો મારામારીમાં તેઓ ગંભીર રીતે ઘવાયા.


આ પણ વાંચો : પિસ્તોલથી કેક કાપનાર સરપંચે જવું પડ્યું જેલમાં



આ લડાઈમાં વરરાજાની બહેન પણ ઘાયલ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવવી પડી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાથી વરરાજા એટલો બધો નારાજ થઈ ગયો હતો કે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે પછીથી લોકોએ સમજાવતાં તે માની ગયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 11:41 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK