૨૮ ફુટ લાંબી અને પાંચ ફુટ પહોળી પ્લાસ્ટિકની નાવમાં ધીરજ ગોગોઈએ દિબ્રૂગઢના શિલઘાટથી બ્રહ્મપુત્રા નદીમાં જર્નીની શરૂઆત કરી હતી
અજબ ગજબ
આસામના ધીરજ ગોગોઈ
આસામના ધીરજ ગોગોઈ નામના પર્યાવરણપ્રેમીએ બ્રહ્મપુત્રા નદીમાં છવાયેલી ગંદકી પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક જબરદસ્ત મિશન પાર પાડ્યું. ધીરજે આ મિશન લીધું ત્યારથી પાર પડ્યું એ દરમ્યાન તેને ઠેર-ઠેર અડચણોનો સામનો કરવો પડ્યો હતો. એમ છતાં તેણે હાર ન માની. પહેલાં તો તેણે નકામી ખાલી પ્લાસ્ટિકની બૉટલો ભેગી કરીને એમાંથી પાણીમાં તરી શકે એવી બોટ બનાવતાં લગભગ ૯૦ દિવસ થયા. બોટ સારુંએવું વજન પણ ઉપાડી શકે એવી હોવી જરૂરી હતી કેમ કે એમાં ધીરજની સાથે બીજા બે જણ પણ નદીમાં સફર કરવાના હતા. ૨૮ ફુટ લાંબી અને પાંચ ફુટ પહોળી પ્લાસ્ટિકની નાવમાં ધીરજ ગોગોઈએ દિબ્રૂગઢના શિલઘાટથી બ્રહ્મપુત્રા નદીમાં જર્નીની શરૂઆત કરી હતી અને દસ દિવસ નદીમાં બોટ હંકારીને તેઓ ગુવાહાટી પહોંચ્યા હતા. આમ તો આ મિશન પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવા માટે હતું એમ છતાં કાઝીરંગા નૅશનલ પાર્ક ઍડ્મિનિસ્ટ્રેશને આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો.