ઍપલનાં ૯૯ ટકા મૉડલ ઇન્ડિયામાં બને છે. સિલેક્ટેડ મૉડલ એટલે કે લગભગ આઇફોન 15 પ્રો મૅક્સ જ ઇમ્પોર્ટ કરવામાં આવે છે.
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
ઍપલે એના મોટા ભાગના આઇફોનના મૉડલની કિંમતમાં ઘટાડો કર્યો છે. જોકે દરેક મૉડલ પર અલગ-અલગ કિંમત છે. ઍપલે ફોનની કિંમતમાં ૩થી ૪ ટકા જેટલો ઘટાડો કર્યો છે. આઇફોનના પ્રો અને પ્રો મૅક્સ મૉડલ ખરીદવા હોય તો કંપનીએ ૫૧૦૦થી ૬૦૦૦ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જોકે બેઝિક મૉડલ આઇફોન 13, 14 અને 15માં ફક્ત ૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે તો આઇફોન SEમાં ૨૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. ઍપલે પહેલી વાર એના પ્રો મૉડલમાં ઘટાડો કર્યો છે. મોટા ભાગે કંપની જ્યારે નવી જનરેશનના આઇફોન લૉન્ચ કરે છે ત્યારે જૂની જનરેશનના મૉડલની કિંમતનો ઘટાડો કરે છે. જોકે આ પહેલી વાર બન્યું છે કે નવું મૉડલ લૉન્ચ થતાં પહેલાં એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો બજેટને કારણે છે. મોબાઇલ ફોનની બેઝિક કસ્ટમ ડ્યુટી ૨૦ ટકાથી ઘટીને ૧૫ ટકા થઈ છે તેમ જ જે સ્માર્ટફોનને ઇમ્પોર્ટ કરવામાં આવે છે એના પર ૧૮ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અને બાવીસ ટકા કસ્ટમ ડ્યુટી છે. ઍપલનાં ૯૯ ટકા મૉડલ ઇન્ડિયામાં બને છે. સિલેક્ટેડ મૉડલ એટલે કે લગભગ આઇફોન 15 પ્રો મૅક્સ જ ઇમ્પોર્ટ કરવામાં આવે છે.