વૈજ્ઞાનિકો આ માછલીના મળેલા અવશેષ પરથી એના કદ વિશેના અંદાજ બાંધી રહ્યા છે જેને લઈને અનેક મતમતાંતર પણ છે, પણ એની લંબાઈ ૬૭થી ૮૦ ફુટ જેટલી હોવાનું માનવામાં આવે છે
Offbeat News
વિશાળ માછલી જહાજ પર હુમલો કરે તો?
અંદાજે બે કરોડ વર્ષ પહેલાં આ પૃથ્વી પર મેગલૉડોન નામની એક વિશાળ કદની શાર્ક માછલી હતી, જેને પૃથ્વી પરની સૌથી વિશાળકાય શિકારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકો આ માછલીના મળેલા અવશેષ પરથી એના કદ વિશેના અંદાજ બાંધી રહ્યા છે જેને લઈને અનેક મતમતાંતર પણ છે, પણ એની લંબાઈ ૬૭થી ૮૦ ફુટ જેટલી હોવાનું માનવામાં આવે છે. વિશાળ કદને કારણે એ દરિયાની અન્ય જીવસૃષ્ટિ પર મહત્ત્વની અસર પડતી હતી, પરંતુ જો આ વિશાળ કદની માછલી હાલ અસ્તિત્વમાં હોય તો એના પર એક ઍનિમેશન આર્ટિસ્ટ એલેસ્કે આ માછલી એક વહાણ પર હુમલો કરે તો એની શું અસર થાય એના પર એક વિડિયો બનાવે છે, જેમાં દરિયામાં આ માછલી બતાવે છે. અચાનક આ માછલી એક વિશાળ કદના વહાણ પર હુમલો કરે છે અને વહાણના અમુક સેકન્ડમાં બે ટુકડા કરી નાખે છે. લોકોએ આ વિડિયોને વખાણ્યો છે. ગયા વર્ષે અમેરિકામાં આઠ વર્ષની એક બાળકીને આ માછલીનો દાંત મળ્યો હતો જે અંદાજે ૧૫ કરોડ વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે.