બાલિકા માધ્યમિક વિદ્યાલયમાં સવારે ઍસેમ્બલી ચાલુ હતી એવામાં ૧૮ વિદ્યાર્થિનીઓ મોડી પડી એથી મહિલા ટીચર પ્રસન્ના ગુસ્સે ભરાયાં
અજબગજબ
૧૮ વિદ્યાર્થિનીઓના વાળ કપાવી નાખ્યા હતા
આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામારાજુ જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની હતી. અહીંના બાલિકા માધ્યમિક વિદ્યાલયમાં સવારે ઍસેમ્બલી ચાલુ હતી એવામાં ૧૮ વિદ્યાર્થિનીઓ મોડી પડી એથી મહિલા ટીચર પ્રસન્ના ગુસ્સે ભરાયાં. ઍસેમ્બલી પૂરી થઈ અને તમામ વિદ્યાર્થિનીઓ પોતપોતાના ક્લાસમાં ગઈ હતી, પણ મોડી પડેલી ૧૮ વિદ્યાર્થિનીઓને સ્કૂલના ગ્રાઉન્ડમાં જ ઊભી રાખી હતી. વાત આટલેથી નહોતી અટકી. ટીચરે એ તમામ ૧૮ વિદ્યાર્થિનીઓના વાળ કપાવી નાખ્યા હતા. છોકરીઓએ ઘરે જઈને માતાપિતાને આ વાત કરી ત્યારે વાલીઓ ગુસ્સે ભરાયા અને સ્કૂલમાં જઈને હોબાળો મચાવ્યો. મહિલા ટીચરે વિદ્યાર્થિનીઓને માર માર્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગે આ સંદર્ભે તપાસનો આદેશ આપ્યો છે. સ્કૂલના આચાર્ય તપાસ કરી રહ્યા છે અને પોલીસે વાલીઓનાં નિવેદન નોંધ્યાં છે.