આંધ્ર પ્રદેશમાં દરેક દંપતીને ત્રીજું બાળક પેદા કરવાની સંસદસભ્યની ઑફર
આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેસમ પાર્ટી (TDP)ના સંસદસભ્ય કાલિસેટ્ટી અપ્પાલા નાયડુ
આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેસમ પાર્ટી (TDP)ના સંસદસભ્ય કાલિસેટ્ટી અપ્પાલા નાયડુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓને ત્રીજું બાળક પેદા કરવા પર ગિફ્ટ આપવાની ઑફર આપી છે. જો છોકરો થાય તો ગાય મળશે અને છોકરી થાય તો ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. આ ઑફરે આખા આંધ્ર પ્રદેશમાં હલચલ પેદા કરી દીધી છે. લોકો આને વસ્તી વધારવાની દિશામાં મોટું પગલું માની રહ્યા છે. યાદ રહે કે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ પણ નવદંપતીઓને વધારે બાળકો પેદા કરવાની સલાહ આપી છે. ઑફર આપનારા સંસદસભ્ય પત્રકારમાંથી રાજકારણી બન્યા છે. ૫૧ વર્ષના આ નેતા છેલ્લાં પચીસ વર્ષથી પાર્ટીમાં કાર્યરત છે અને છેક છેલ્લી ઘડીએ તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી જેમાં તેઓ વિજેતા નીવડ્યા હતા. આ સંસદસભ્યે સ્પષ્ટતા કરી છે કે આ ઑફરનાં નાણાં તેમના પગારમાંથી આપવામાં આવશે.

