આ જ વર્ષે અંબાણી પરિવારે જામનગરમાં ૧૪ નવાં મંદિરોનું નિર્માણ કરાવ્યું છે
અનંત અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ દેશનાં બે મોટાં મંદિરોને ૫ કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું છે. અનંતે ઓડિશાના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને આસામના મા કામાખ્યા મંદિરને અઢી-અઢી કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી નિમિત્તે ૨૯ વર્ષના અનંતે ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં માતાજીનાં દર્શન કર્યાં હતાં.
અનંત અને રાધિકા મર્ચન્ટ ભારતભરનાં મંદિરોમાં દર્શન કરવા જતાં હોય છે. આ જ વર્ષે અંબાણી પરિવારે જામનગરમાં ૧૪ નવાં મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. ગયા મહિને અનંત અને રાધિકાનું ભવ્યાતિભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં કરવા પહેલાં ડિસેમ્બર ૨૦૨૨માં તેમની રોકા વિધિ નાથદ્વારાના મંદિરના પ્રાંગણમાં કરવામાં આવી હતી.