ડેઇલી સ્ટાર’ નામના ટેબ્લૉઇડે લિઝ ટ્રસના ફોટોની બાજુમાં એક લેટસ મૂક્યું છે અને વાચકોને પૂછ્યું હતું કે ‘કોણ વધુ ટકશે, લેટસ કે આપણાં વડાં પ્રધાન લિઝ ટ્રસ?
Offbeat News
યુકેનાં વડાં પ્રધાન લિઝ ટ્રસ અને લેટસ (કચુંબર માટે વપરાતી એક ભાજી) વચ્ચે ચાલનારી એક રસપ્રદ સ્પર્ધા વિશેના બ્રિટનના ટેબ્લૉઇડના અહેવાલને ટાંક્યો છે
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્ર તેમના ટ્વિટર ફૉલોઅર માટે મજેદાર માહિતી શૅર કરતા હોય છે. તાજેતરમાં તેમણે યુકેનાં વડાં પ્રધાન લિઝ ટ્રસ અને લેટસ (કચુંબર માટે વપરાતી એક ભાજી) વચ્ચે ચાલનારી એક રસપ્રદ સ્પર્ધા વિશેના બ્રિટનના ટેબ્લૉઇડના અહેવાલને ટાંક્યો છે. ‘ડેઇલી સ્ટાર’ નામના ટેબ્લૉઇડે લિઝ ટ્રસના ફોટોની બાજુમાં એક લેટસ મૂક્યું છે અને વાચકોને પૂછ્યું હતું કે ‘કોણ વધુ ટકશે, લેટસ કે આપણાં વડાં પ્રધાન લિઝ ટ્રસ?’ આનંદ મહિન્દ્રએ આ લાઇવસ્ટ્રીમનો સ્ક્રીનશૉટ શૅર કરતાં કહ્યું હતું, ‘ગ્રેટ (ક્રૂર) બ્રિટન.’ આ સ્ક્રીનશૉટને ઘણા લોકોએ લાઇક કર્યો હતો. એક યુઝરે કહ્યું હતું કે આવી મજાક તો માત્ર બ્રિટનમાં જ થઈ શકે.