ઑલ્ઝાઇમર્સ નામના રોગનું આ વરવું સ્વરૂપ છે.
Offbeat News
પ્રતિકાત્મક તસવીર
શું તમે ટીવીમાં એક જ સીન વારંવાર જોયા કરો અથવા તો એક નવું પુસ્તક વાંચવા લીધું હોય અને ગઈ કાલે વાંચ્યું હોય એ જ પેજ ફરી પાછું વાંચી શકો. તમે કાર ચલાવતા હો ત્યારે તમારી પાછળ રોજ એક જ કાર આવતી હોય. તમે ગલીમાં ફરવા નીકળ્યા હો અને જે લોકોને ગઈ કાલે જોયા હોય એ જ લોકોને ફરી જુઓ તો કેવું લાગે? ખરેખર આવો જ અનુભવ એક ગંભીર માનસિક સ્થિતિથી પીડાતા લોકો અનુભવે છે. ઑલ્ઝાઇમર્સ નામના રોગનું આ વરવું સ્વરૂપ છે.
આ બીમારી પર આધારિત ‘ગ્રાઉન્ડ હૉગ ડે’ ફિલ્મમાં આવી ઘટના બને છે, જેને ટાઇમ લૂપ કહેવામાં આવે છે. ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં ડૉક્ટરોની એક ટીમે તાજેતરમાં આ કન્ડિશનથી પીડિત ૮૦ વર્ષની નિવૃત્ત વ્યક્તિ વિશે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેના પરિવારજનો તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ માત્ર તેની કલ્પના છે, પરંતુ આ વ્યક્તિને વિશ્વાસ હતો કે તે ગ્રાઉન્ડહૉગ ડે લૂપનો અનુભવ કરી રહ્યો છે. દરદીએ રિસર્ચરને કહ્યું કે ‘હું જ્યાં પણ જોઉં છું ત્યાં એ જ લોકો રસ્તાની બાજુમાં હોય છે. મારી પાછળ પણ એ જ ગાડી આવતી હોય છે અને એમાં પણ એ જ લોકો હોય છે. એ જ વ્યક્તિ, એ જ કપડાં પહેરીને એ જ બૅગ લઈને એ જ વાતો કહીને કારમાંથી બહાર નીકળે છે. કાંઈ નવું નથી.’ બીએમજે કેસ રિપોર્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા કેસ સ્ટડી મુજબ એક સમયે એક વ્યક્તિએ ટીવી ટેક્નિશ્યનનો સંપર્ક કર્યો, કારણ, તેને લાગ્યું કે તેનું ટીવી વારંવાર એક જ સમાચાર બતાવી રહ્યું છે. વળી અન્ય એક પ્રસંગે તેને ખાતરી થઈ કે તેનું ઈ-રીડર તૂટી ગયું છે, કારણ કે એ જ પેજ વારંવાર દેખાડે છે. એના પરિવારે ઘણો પ્રયત્ન કર્યો, પણ એ માણસને સમજાવી શક્યા નહોતા કે એ માત્ર એની કલ્પના જ છે.