૨૦૧૭ અને ૨૦૧૯માં જેનિફરને ફરીથી કૅન્સર થયું અને ફરીથી જીભ કપાવી
અજબગજબ
કૅન્સરે જીભ છીનવી લીધા બાદ નવી જીભ હાથમાંથી બનાવી
અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યના પાટનગર ઍટલાન્ટાની મહિલા પાસેથી કૅન્સરે જીભ છીનવી લીધી, પણ જુસ્સો ન લઈ શક્યું. બાવન વર્ષની જેનિફર ઍલેક્ઝૅન્ડરને ૩૭ વર્ષની ઉંમરે કૅન્સર થયું હોવાની ખબર પડી હતી. તેને પહેલા સ્ટેજનું જીભનું કૅન્સર થયું હતું. કૅન્સરને કારણે વારંવાર જેનિફરની જીભ પર મોટાં સફેદ ધાબાં થઈ જતાં અને કશું પણ ખાય-પીએ તો અતિશય બળતરા થતી. ૨૦૦૯માં સફેદ ધબ્બો ફૂલી ગયો એટલે સર્જરી કરાવીને જીભનો થોડો ભાગ કાપી નાખ્યો. થોડા સમય પછી ૨૦૧૭ અને ૨૦૧૯માં જેનિફરને ફરીથી કૅન્સર થયું અને ફરીથી જીભ કપાવી. વારંવારનાં ઑપરેશનથી કંટાળીને જેનિફરે ચોથી સર્જરી વખતે જીભનો અડધો ભાગ કપાવીને નવી બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેના ડાબા હાથમાંથી માંસનો ટુકડો લઈને અડધી જીભ સાથે જોડી દેવાયો. આ ઑપરેશન પછી તેને ત્રણ મહિના સુધી મોં ખોલવાની મનાઈ હતી. જોકે નવી જીભ ૪૦ ટકા જ કુદરતી જીભ જેવું કામ કરી શકે છે.