હેનીલે હાલમાં જ સંખ્યાબંધ રુબિક્સ ક્યુબ દ્વારા બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકનું ચિત્ર બનાવ્યું હતું
રિશી સુનકનું ચિત્ર
બ્રિટનમાં ગુજરાતી પરિવારનો ૧૧ વર્ષનો હેનીલ સોની નામનો છોકરો ભલભલા લોકોના મગજનું દહીં કરી દેતી રુબિક્સ ક્યુબ સૉલ્વ કરવામાં ચૅમ્પિયન છે. હેનીલે હાલમાં જ સંખ્યાબંધ રુબિક્સ ક્યુબ દ્વારા બ્રિટનના વડા પ્રધાન રિશી સુનકનું ચિત્ર બનાવ્યું હતું. હવે આગામી ઑગસ્ટમાં હેનીલની યોજના રુબિક્સ ક્યુબનો કોયડો સૌથી ઝડપથી સૉલ્વ કરીને રેકૉર્ડ રચવાની છે. બ્રિટનની એસેક્સ કાઉન્ટીના હાર્વિક શહેરમાં રહેતો હેનીલ આટલી નાની ઉંમરે ૨૭ જેટલા અવૉર્ડ જીતી ચૂક્યો છે. છેલ્લે બ્રિટનની પાર્લેમેન્ટમાં બ્રિટિશ યુથ ઇન્ટરનૅશનલ કૉલેજ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. અગાઉ રુબિક્સ ક્યુબથી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પોર્ટ્રેટ બનાવી ચૂકેલો હેનીલ ૧૧ ઑગસ્ટે નવો રેકૉર્ડ રચીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવવા સજ્જ થઈ રહ્યો છે.

