મુ અબ્રાહમ નામની આ છોકરીને અબજોપતિની દીકરી તરીકે ઓળખવામાં આવી રહી છે. કારણ કે આ છોકરી પાસે જે ઘડિયાળ અને પર્સ જોવા મળી રહ્યાં છે એની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.
Offbeat
મુ અબ્રાહમ
સોશ્યલ મીડિયા પર ૧૧ વર્ષની એક છોકરીની ભારે ચર્ચા છે, કારણ કે મોંઘીદાટ ચીજવસ્તુઓ સાથેના તેના વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. મુ અબ્રાહમ નામની આ છોકરીને અબજોપતિની દીકરી તરીકે ઓળખવામાં આવી રહી છે. કારણ કે આ છોકરી પાસે જે ઘડિયાળ અને પર્સ જોવા મળી રહ્યાં છે એની કિંમત લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ મુ અબ્રાહમ નામની આ છોકરીનાં માતા-પિતાનું નામ એમિલી અને ઍડમ અબ્રાહમ છે. તેઓ સેકન્ડહૅન્ડ મોંઘીદાટ ચીજવસ્તુઓનો સ્ટોર ચલાવે છે, જેનું નામ લવ લક્ઝરી છે જ્યાં હૅન્ડબૅગ્સ, ઘડિયાળ અને જ્વેલરી મળે છે. રમકડાં સાથે રમવાને બદલે આ છોકરી વિવિધ લક્ઝરી ચીજવસ્તુઓ સાથે જોવા મળી રહી છે. સોશ્યલ મીડિયા ટિકટૉક પર તેના વિડિયોને કરોડો વ્યુઝ મળ્યા છે. તેની મમ્મીએ જણાવ્યું કે મારી દીકરી આટલી પૉપ્યુલર હોવાથી અમારી કંપનીના સોશ્યલ મીડિયા પર ફૉલોઅર્સ વધ્યા છે. મારી દીકરીને હંમેશાં કૅમેરા સામે રહેવાનું ગમે છે. તે ખૂબ સારો ડાન્સ અને સિન્ગિંગ પણ કરે છે.