ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. સામસામે મિસાઇલોના હુમલા થઈ રહ્યા છે. ઈરાન ઇઝરાયલ પર મિસાઇલ ફેંકી રહ્યું છે એટલે ડરના માર્યા નાગરિકો અન્ડરગ્રાઉન્ડ બંકરમાં ભરાઈ ગયા છે
અજબગજબ
બંકરમાં એક યુગલે ડાન્સ કરીને લગ્નની ઉજવણી કરી
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. સામસામે મિસાઇલોના હુમલા થઈ રહ્યા છે. ઈરાન ઇઝરાયલ પર મિસાઇલ ફેંકી રહ્યું છે એટલે ડરના માર્યા નાગરિકો અન્ડરગ્રાઉન્ડ બંકરમાં ભરાઈ ગયા છે. આવી ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ બંકરમાં એક યુગલે ડાન્સ કરીને લગ્નની ઉજવણી કરી હતી. ઇઝરાયલના યેરુશાલેમ શહેરની નોટ્રેડેમ હોટેલ પાસે એક અન્ડરગ્રાઉન્ડ બંકર બનાવાયું છે ત્યાં મંગળવારે એક કપલે ડાન્સ કર્યો હતો. એનો વિડિયો સ્થાનિક લેખક શાઉલ સદકાએ ઍક્સ પર અપલોડ કર્યો છે.