America: રોઝમેરી હેન નામની એક મહિલાએ ચિપોટલ કર્મચારીના ચહેરા પર ગરમ ખોરાકનો બાઉલ ફેંક્યો હતો. આ પ્રકારનો ગુનો કરવા બદલ આ મહિલાને એક મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
ખોરાકના બાઉલની પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમેરિકા (America)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો જાણીને તમને પણ આશ્ચર્યમાં મુકાશો. વાત કઈંક એવી છે કે અહીં ન્યાયાધીશે એક મહિલાને જુદી જ સજા આપી છે. આ સજા એવી છે કે ગુનેગાર મહિલાને ફાસ્ટ ફૂડના આઉટલેટમાં કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એવું તો શું કર્યું હતું મહિલાએ?
ADVERTISEMENT
અમેરિકા (America)ની રોઝમેરી હેન નામની એક મહિલાને આ સજા થઈ છે. આ મહિલાએ ચિપોટલ કર્મચારીના ચહેરા પર ગરમ ખોરાકનો બાઉલ ફેંક્યો (Woman Throws Hot Bowl at Chipotle Worker) હતો. આ પ્રકારનો ગુનો કરવા બદલ આ મહિલાને એક મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેટલું તો ઠીક છે પણ નવાઈની વાત તો એક છે કે આ મહિલાને ફાસ્ટ ફૂડ સેન્ટરમાં બે મહિના કામ કરવાની સજા પણ આપવામાં આવી છે.
ન્યાયાધીશ દ્વારા આરોપીને બે ઓપ્શન્સ આપવામાં આવ્યા હતા
હેને 5 સપ્ટેમ્બરના રોજ ચિપોટલ કાર્યકર એમિલી રસેલને માર માર્યો હતો અને બાદમાં તેના ચહેરા પર ખૂબ જ નજીકથી ગરમાગરમ ખોરાક ભરેલો બાઉલ ઉછાળીને ફેંક્યો (Woman Throws Hot Bowl at Chipotle Worker) હતો. આ મામલે એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ મહિલા ચાર બાળકોની માતા હોઇ તેની ઉંમર 39 વર્ષ હોવાનું સામે આવ્યું છે. આ મહિલાને તેના આ દોષ માટે ગયા અઠવાડિયે પરમા, ઓહિયો (America)માં મ્યુનિસિપલ કોર્ટમાં સજા ફટકારવામાં આવી હતી. જજ ટિમોથી ગિલિગને તેને 90-દિવસની જેલની સજા અથવા 30-દિવસની જેલની સજા ઉપરાંત ફાસ્ટ-ફૂડ જોબ પર કામ કરવાના 60 દિવસનો વિકલ્પ આપ્યો.
sheesh she really threw the Chipotle bowl at her pic.twitter.com/yqltRhwHa5
— Daily Loud (@DailyLoud) September 7, 2023
આરોપી મહિલાએ સજાના ઓપ્શનમાંથી આ સજા પસંદ કરી
અમેરિકા (America)માં ન્યાયાધીશ ગિલિગને સુનાવણી વખતે આ આરોપી મહિલાને પૂછ્યું હતું કે, `શું તમે બે મહિના આ કર્મચારી સાથે કામ કરીને લોકો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ તે શીખવા માંગો છો કે પછી તમારે જેલમાં જવું છે? ત્યારે આરોપી મહિલા હેને જવાબ આપ્યો હતો કે, `હું તેની જેમ કામ કરવા માંગુ છું.`
જોકે, હેનને હજુ સુધી નોકરી મળી નથી. તેના વકીલ જોસેફ ઓ`મેલીએ જણાવ્યું હતું કે તેમના ક્લાયંટનો આ ઘટના પહેલા કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો અને તે દિવસે તેમના કૃત્ય (Woman Throws Hot Bowl at Chipotle Worker) બદલ તેમને પસ્તાવો પણ થયો હતો. હેનના વકીલે સીએનએનને જણાવ્યું કે હેને તેની નોકરી માટે કોર્ટની મંજૂરી લેવી પડશે અને અઠવાડિયામાં 20 કલાક ત્યાં કામ કરવું પડશે.
આ સાથે જ જજ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આ પહેલીવાર ઘટના નથી કે જેમાં તેમણે આવી સજા આપી હોય. થોડા વર્ષો પહેલા એક એવો કિસ્સો હતો જેમાં મેકડોનાલ્ડ્સના હેપ્પી મીલમાં કૂકી ન મળતા ગ્રાહક ડ્રાઈવ-થ્રુ વિન્ડો દ્વારા પહોંચ્યો હતો અને કર્મચારીને મુક્કો મારવા લાગ્યો હતો. ત્યારે તેને 90 દિવસની જેલની સજા થઈ હતી.