મરીન વૈજ્ઞાનિકોને મેક્સિકો અને હવાઈ વચ્ચેના પૅસિફિક મહાસાગરમાં મળેલા આ પ્રાણીનું બૉડી ટ્રાન્સપરન્ટ છે અને પૂંછડી વિચિત્ર અને લાંબી છે
અજબ ગજબ
ટ્રાન્સપરન્ટ સી કકુંબર
દરિયાઈ વિશ્વમાં સાયન્ટિસ્ટોને પણ ગોટે ચડાવી દે એવું અજાયબ પ્રાણી જોવા મળ્યું છે. મરીન વૈજ્ઞાનિકોને મેક્સિકો અને હવાઈ વચ્ચેના પૅસિફિક મહાસાગરમાં મળેલા આ પ્રાણીનું બૉડી ટ્રાન્સપરન્ટ છે અને પૂંછડી વિચિત્ર અને લાંબી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ જળચર પ્રાણી મોટા ભાગે અંધારામાં અને ખાંચાખૂંચીમાં જ રહે છે. ઇકોલૉજિસ્ટોના મતે ૧૮મી સદીમાં એકાદ વાર આ કુળનાં જળચર પ્રાણીઓ જોવા મળેલાં અને હવે સદીઓ પછી ફરી આવું પ્રાણી જોવા મળ્યું છે.