ઓગસ્ટ મહિનામાં રોડની હોજિન્સ અને પત્ની ડીના સાથે એનિર્વસરીની ઉજવણી કરવા ઓગસ્ટમાં લાસ વેગાસ ગયા હતા ત્યારે બન્યો વિચિત્ર બનાવ
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- દિવ્યાંગ વ્યક્તિને લેન્ડિંગ સમયે કર્યો મજબૂર
- દિવ્યાંગ વ્યક્તિને લેન્ડિંગ સમયે કર્યો મજબૂર
- ઍરલાઇન્સને ફટકાર્યો ૮૧ લાખ રુપિયાનો દંડ
કેનેડિયન ટ્રાન્સપોર્ટેશન એજન્સી (Canadian Transportation Agency)એ એર કેનેડા (Air Canada) પર ૯૭,૫૦૦ ડૉલર એટલે કે ૮૧,૨૦,૮૬૭ રુપિયાનો દંડ લગાવ્યો છે. લાસ વેગાસ (Las Vegas)માં એક દિવ્યાંગ મુસાફરને વિમાનમાંથી ઉતરવા પર મજબૂર કર્યો હતો અને તેને વ્હીલચેરની સુવિધા આપવામાં નહોતી આવી. આ ઘટના 30 ઓગસ્ટના રોજ બની હતી. સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સી (Spastic Cerebral Palsy)થી પીડિત મુસાફર રોડની હોજિન્સ (Rodney Hodgins) તેના પગને હલાવી શકતા નહોતા છતા તેમને પોતાની જાતે ફ્લાઇટમાંથી ઉતરવા પર મજબૂર કરવામાં આવ્યા હતા.



