છેલ્લા થોડા દિવસથી ફ્લાઇટને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળવાની ઘટનાઓ વચ્ચે તાતા જૂથની ઍર ઇન્ડિયાએ વિમાનની ઘટને કારણે નવેમ્બર અને ડિસેમ્બરમાં ભારત-અમેરિકા વચ્ચેની ૬૦ જેટલી ફ્લાઇટ રદ કરી છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા દિવસથી ફ્લાઇટને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળવાની ઘટનાઓ વચ્ચે તાતા જૂથની ઍર ઇન્ડિયાએ વિમાનની ઘટને કારણે નવેમ્બર અને ડિસેમ્બરમાં ભારત-અમેરિકા વચ્ચેની ૬૦ જેટલી ફ્લાઇટ રદ કરી છે. બે મહિના માટે સૅન ફ્રાન્સિસ્કો અને શિકાગોની ઍર ઇન્ડિયાની ફ્લાઇટ નહીં ઊડે. કંપનીએ કહ્યું કે વિમાનોના રખરખાવ અને ઘટને કારણે આ નિર્ણય લીધો છે. ૧૫ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર વચ્ચે સૅન ફ્રાન્સિસ્કો, વૉશિંગ્ટન, શિકાગો, નેવાર્ક અને ન્યુ યૉર્કની ૬૦ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. દિલ્હી-શિકાગોની ૧૪, દિલ્હી-વૉશિંગ્ટનની ૨૮, મુંબઈ-ન્યુ યૉર્ક વચ્ચેની ૪ અને દિલ્હી-નેવાર્ક વચ્ચેની બે ફ્લાઇટ રદ કરી છે. આ નિર્ણયની મુસાફરોને જાણ કરી દેવામાં આવી છે.

