આ પોસ્ટે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે તથા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે જૉન મુલરની ભરપેટ પ્રશંસા કરી છે.
Offbeat News
એઆઇના ઉપયોગથી સ્વર્ગસ્થ મહાનુભાવોના સેલ્ફી જનરેટ કર્યા
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. દરેક વસ્તુ કે સુવિધાના ફાયદાની સાથોસાથ ગેરફાયદા પણ હોય જ છે. પોતાને એઆઇ ઉત્સાહી ગણાવતા જ્યો જૉન મુલ્લર નામના એક કલાકારે એઆઇની મદદથી મહાત્મા ગાંધી, મધર ટેરેસા, અબ્રાહમ લિન્કન, એલ્વિસ પ્રેસ્લી અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા ભૂતકાળના મહાન નેતાઓ તેમ જ મૅરિલિન મનરો, બૉબ માર્લીના ફોટોગ્રાફનો ઉપયોગ કરીને સેલ્ફી જનરેટ કર્યા છે.
ADVERTISEMENT
આ નેતાઓ કે મહાનુભવોના ફોટો સાથેના સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને તેણે કૅપ્શનમાં લખ્યું છે, ‘મારી જૂની હાર્ડ ડ્રાઇવ પુન: પ્રાપ્ત કરતાં મને ભૂતકાળના મિત્રો દ્વારા મોકલવામાં આવેલા સેલ્ફીનો ખજાનો મળ્યો છે.’ આ પોસ્ટે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે તથા ઇન્સ્ટાગ્રામ યુઝર્સે જૉન મુલરની ભરપેટ પ્રશંસા કરી છે.