મુંબઈમાં હિમવર્ષા થાય તો કેવી લાગે એ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી.
Offbeat News
દિલ્હી અને કલકત્તામાં હિમવર્ષા થાય તો આવાં દૃશ્યો જોવાં મળે
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) લોકોની કલ્પનાશક્તિને પાંખ આપવાનું કામ કરે છે. કલ્પના કરો કે જો આ પરિસ્થિતિ હોય તો કેવું લાગે, બસ એઆઇને કામે લાવો અને તમારી કલ્પનામાં રંગ ભરો. ટ્વિટર યુઝર અંશુમાન ચૌધરીએ આવી જ એક કલ્પના કરી છે કે જો નવી દિલ્હી અને કલકત્તામાં હિમવર્ષા થાય તો શી હાલત થાય.
અંશુમાને ટ્વિટર પર નવી દિલ્હી અને કલકત્તાના ફોટો પર બરફ જેવી સફેદ ચાદર ઢાંકી પોતાની કલ્પનાને વાસ્તવિકતાનો રંગ આપ્યો. અંશુમાને દિલ્હીના ઇન્ડિયા ગેટ તથા કલકત્તાની ટ્રામ અને કાર સાથેની સડકો પર એઆઇના મિડજર્ની સૉફ્ટવેરની મદદથી બરફની ચાદર ઢાંકીને ચિત્રો પોસ્ટ કર્યાં.
ADVERTISEMENT
અંશુમાનના ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા અને ટૂંક સમયમાં ૧૯૦૦ લાઇક્સ મળ્યા. કેટલાક લોકોએ આ કલ્પના સાચે જ વાસ્તવિક બને તો એવી ઝંખના કરી તો વળી કેટલાકે મુંબઈમાં હિમવર્ષા થાય તો કેવી લાગે એ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી હતી.