Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્ની સાથે ઝઘડો થયો તો પતિએ તેને દહેજમાં મળેલી વસ્તુઓ બાળી નાખી

પત્ની સાથે ઝઘડો થયો તો પતિએ તેને દહેજમાં મળેલી વસ્તુઓ બાળી નાખી

Published : 28 November, 2024 02:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાયર-બ્રિગેડે આવીને આગ ઓલવી અને પોલીસ પતિ-પત્ની બન્નેને પોલીસ-સ્ટેશન લઈ ગઈ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અજબગજબ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


પતિ-પત્નીનો ઝઘડો ઘણી વાર છૂટાછેડા સુધી પહોંચી જતો હોય છે. આ વાત ગંભીર તો છે જ પણ સામાન્ય છે, જ્યારે ગ્વાલિયરમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું જે પરિણામ આવ્યું એ માન્યામાં ન આવે એવું છે. ગ્વાલિયરના આનંદનગર વિસ્તારમાં રહેતા શ્રીરામ કુશવાહ અને પત્ની રજની વચ્ચે છાશવારે ઝઘડા થતા રહે છે. સોમવારે બન્ને વચ્ચે ફરીથી ઝઘડો થયો અને એટલો ઉગ્ર થયો કે પતિ આકરા પાણીએ આવી ગયો. તેણે પત્ની પરનો ગુસ્સો સાસરેથી દહેજમાં મળેલી વસ્તુઓ પર કાઢ્યો. લગ્ન ટાણે દહેજમાં મળેલી બધી વસ્તુઓ શ્રીરામે ઘરની બહાર ફેંકી અને પછી કેરોસીન છાંટીને આગ લગાડી દીધી. પછી આરામથી ત્યાં આંટા મારતો હતો. આગની જ્વાળાઓ જોઈને પાડોશીઓએ ફાયર-બ્રિગેડને જાણ કરી હતી. ફાયર-બ્રિગેડે આવીને આગ ઓલવી અને પોલીસ પતિ-પત્ની બન્નેને પોલીસ-સ્ટેશન લઈ ગઈ. બન્નેને સમજાવ્યાં, કાઉન્સેલિંગ કરીને પાછાં મોકલ્યાં. 


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2024 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK