Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૂતરું કરડ્યા પછી માણસ પણ કૂતરાની જેમ કરડવા માંડ્યો

કૂતરું કરડ્યા પછી માણસ પણ કૂતરાની જેમ કરડવા માંડ્યો

Published : 24 August, 2024 01:46 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે તે દારૂ પીતો હોવાથી આક્રમક વ્યવહાર થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


કોઈ હડકાયું કૂતરું માણસને કરડે તો માણસ પણ હડકાયો થઈ જાય છે એવું સાંભળ્યું છે, પરંતુ મધ્ય પ્રદેશના સાગરમાં આનાથી પણ વિચિત્ર ઘટના બની છે. એક માણસને કૂતરું કરડ્યા પછી લોકોનું જીવવું અઘરું થઈ ગયું છે. કૂતરાને બદલે લોકો એ માણસથી ડરીને ઘરની બહાર નથી નીકળતા. સફાઈ-કર્મચારી સોનુને બે અઠવાડિયાં પહેલાં બજારમાં એક કૂતરું કરડ્યું હતું. થોડા સમય પછી સોનુનું વર્તન બદલાઈ ગયું. હવે સોનુ લોકોને બચકાં ભરવા અને કાચું માંસ પણ ખાવા માંડ્યો છે. બજારના દુકાનદારો અને લોકોએ સોનુની સારવાર કરાવવાના અનેક પ્રયત્ન કર્યા અને તેને રૅબીઝનાં ઇન્જેક્શન પણ લગાવ્યાં છે છતાં કોઈ ફેર પડ્યો નથી. નિષ્ણાતો કહે છે કે સોનુને ૧૦-૧૨ દિવસ પહેલાં કૂતરું કરડ્યું હોય તો રૅબીઝ પ્રસરી ગયાં હોય અને ગંભીર બની ગયાં હોય એવું બની શકે. જોકે તે દારૂ પીતો હોવાથી આક્રમક વ્યવહાર થઈ શકે છે એથી સોનુથી દૂર રહેવાની લોકોને અપીલ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2024 01:46 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK