આજકાલ રીલ બનાવવાનો ચસ્કો ગાંડપણની હદે લોકોને વળગ્યો છે. રીલ બનાવવા અને લોકોમાં પ્રખ્યાત થવા માટે લોકો સમજ્યા-વિચાર્યા વિના જ ગતકડાં કરતા હોય છે.
વાયરલ વિડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ
ઉત્તર પ્રદેશના કાસગંજમાં રાજ કોલ્ડ સ્ટોરેજ ચાર રસ્તા આવેલા છે. રસ્તાની વચ્ચે એક યુવકની લાશ પડી છે. ચટાઈ પાથરીને યુવકને સુવડાવ્યો છે. ઉપર સફેદ કપડું ઓઢાડ્યું છે. નાકમાં રૂ પણ ભરાવ્યું છે. ત્યાંથી પસાર થતા લોકો યુવાનનો મૃતદેહ જોઈને આશ્ચર્ય પામે છે. રસ્તા પર લાશ, કોની છે, કેમ છે વગેરે સવાલો લોકોના મનમાં ચાલે છે. ત્યાં જ એ યુવક ઊભો થઈ જાય છે. એ જોઈને ત્યાં ઊભેલા અને ત્યાંથી પસાર થતા લોકો હબક ખાઈ જાય છે. પછી ખબર પડે છે કે એ યુવક ફેમસ થવા માટે મરવાનું નાટક કરતો હતો અને તેનો સાથીદાર દૂરથી વિડિયો રેકૉર્ડિંગ કરતો હતો. આજકાલ રીલ બનાવવાનો ચસ્કો ગાંડપણની હદે લોકોને વળગ્યો છે. રીલ બનાવવા અને લોકોમાં પ્રખ્યાત થવા માટે લોકો સમજ્યા-વિચાર્યા વિના જ ગતકડાં કરતા હોય છે. વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો અને હવે એ યુવકની લિન્ક પોલીસ શોધી રહી છે.
ADVERTISEMENT

