મમ્મીને રડીને વિદાય આપવા નહોતા માગતા એટલે ઉત્સવ ઊજવીને તેમને વિદાય આપીએ છીએ.
અજબગજબ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
જે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યાં હૈયાફાટ રુદન થતું હોય, સગાંવહાલાં, કુટુંબીજનો ભારે હૈયે અંતિમવિધિની તૈયારી કરતાં હોય, પણ બિહારના પહાડપુર ગામના એક ઘરમાં આવું કાંઈ જ નહોતું થયું. શૈલેશ સિંહનાં માતા સુદામાદેવીનું ૭૫ વર્ષની વયે મૃત્યુ થયું હતું. શૈલેશ સિંહ અને તેમના ભાઈઓએ માતાની અંતિમયાત્રામાં શોક નહીં પણ ઉલ્લાસ અને ઉમંગ કરવાનું નક્કી કર્યું અને ડીજે-ઑર્કેસ્ટ્રા સાથે માતાની અંતિમયાત્રા કાઢી હતી. એ ઉપરાંત રસ્તામાં બધાને મીઠાઈ પણ વહેંચી હતી. સ્મશાનયાત્રામાં જોડાયેલા પરિવારના સભ્યો, ગામના લોકો સૌ ડાન્સ કરતાં-કરતાં સ્મશાને પહોંચ્યા હતા. દુઃખના પ્રસંગમાં આનંદ-ઉલ્લાસ કરવાનું કારણ પૂછ્યું તો શૈલેશ સિંહે કહ્યું કે મમ્મી ગુજરી ગઈ એનું પારાવાર દુઃખ છે, પણ અમે મમ્મીને રડીને વિદાય આપવા નહોતા માગતા એટલે ઉત્સવ ઊજવીને તેમને વિદાય આપીએ છીએ.