કોવિડ મહામારીને કારણે ચાર વર્ષ પછી ગઈ કાલે પ્રથમ વાર ‘બેબી ક્રાય સુમો’ મૅચ ફરી શરૂ કરવામાં આવી હતી.
જપાનમાં બાળકો વચ્ચે રમાતી અનોખી ‘નાકી સુમો ક્રાઇંગ બેબી’ મૅચ
કોવિડ મહામારીને કારણે ચાર વર્ષ પછી ગઈ કાલે પ્રથમ વાર ‘બેબી ક્રાય સુમો’ મૅચ ફરી શરૂ કરવામાં આવી હતી. ટોક્યોના સેન્સોજી મંદિરમાં યોજાતી આ મૅચમાં માતાપિતા તેમના ચાર મહિનાથી માંડીને બે વર્ષની વયનાં બાળકોને ઉતારે છે. જપાનમાં ‘નાકી સુમો ક્રાઇંગ બેબી’ના નામે ઊજવાતા આ તહેવારમાં સુમો પહેલવાનો બાળકોને હાથમાં લઈને ઓપન ઍર રિંગમાં પ્રવેશ કરે છે. મૅચનો રેફરી બનેલો વ્યક્તિ માસ્ક પહેરીને કે આડાઅવળા ચહેરા બનાવીને બાળકને રડાવવાની કોશિશ કરે છે. બે બાળકો વચ્ચેની આ મૅચમાં જે બાળક સૌથી પહેલાં રડે તે વિજેતા ગણાય છે.