સ્પોર્ટ્સ કાર કૉર્વેટ અને મૅક્લારેન ૭૨૦એસ પાણીમાં ૬૨ માઇલ પ્રતિ કલાકની સ્પીડથી તરતી જોવા મળે તો? વેલ, એ બિલકુલ શક્ય બન્યું છે.
Offbeat News
પાણીમાં તરતી સ્પોર્ટ્સ કાર
સ્પોર્ટ્સ કાર કૉર્વેટ અને મૅક્લારેન ૭૨૦એસ પાણીમાં ૬૨ માઇલ પ્રતિ કલાકની સ્પીડથી તરતી જોવા મળે તો? વેલ, એ બિલકુલ શક્ય બન્યું છે. આ બન્ને કારની બૉડી ફ્રેમને જેટ સ્કીમાં ઇન્સ્ટૉલ કરવામાં આવી છે અને એને દુબઈમાં તરતી જોઈ શકાય છે. જેમ્સ બૉન્ડ સ્ટાઇલની આ સ્પીડબોટથી ટૂરિસ્ટ્સ ઇમ્પ્રેસ થયા હતા. વળી દુબઈના આઇકૉનિક બિલ્ડિંગ પાસેથી પાણીમાં પસાર થતી સ્પોર્ટ્સ કારના વિડિયો વાઇરલ થયા છે. કૉર્વેટ આઇકૉનિક અમેરિકન સ્પોર્ટ્સ કાર છે. દુબઈમાં લક્ઝરી જેટ કાર્સ રેન્ટ પર આપતી કંપની ‘જેટ કાર દુબઈ’ આ વેહિકલ્સને રેન્ટ પર ઑફર કરે છે.