આ પાવર-નૅપ કૉન્ટેસ્ટમાં સંખ્યાબંધ લોકોએ નાઇટ ડ્રેસ પહેરીને ભાગ લીધો હતો.
નિરાંતે ઊંઘવાની સ્પર્ધા
નિરાંતે ઊંઘવાની પણ સ્પર્ધા હોઈ શકે છે અને સાઉથ કોરિયાના સોલમાં શનિવારે આવી સ્પર્ધા યોજાઈ હતી. આ પાવર-નૅપ કૉન્ટેસ્ટમાં સંખ્યાબંધ લોકોએ નાઇટ ડ્રેસ પહેરીને ભાગ લીધો હતો. અનોખી સ્પર્ધામાં ઊંઘવા માટે એક કલાક ને ૩૦ મિનિટનો સમય અપાયો હતો. સ્પર્ધકો ઊંઘતા હોય ત્યારે મચ્છરના ગણગણાટ અને હળવા ઘોંઘાટ જેવા અવાજ કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં આ બધા અવરોધ વચ્ચે જે સૌથી સારી ઊંઘ લે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. દરેક સ્પર્ધકના શરીર સાથે હૃદયના ધબકારા નોંધતું મશીન ફિટ કરવામાં આવ્યું હતું. હાર્ટ-રેટના ધબકારાના આધારે વિજેતાની પસંદગી કરવામાં આવી હતી. સ્પર્ધાનો આશય સારી ઊંઘ માટે લોકોમાં અવેરનેસ લાવવાનો છે.