બૅન્ગલોરના નાઇસ રોડ પર ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સ્કાયડેક બનશે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
એક જ જગ્યાએથી આખેઆખું બૅન્ગલોર શહેર જોવું હશે તો જોઈ શકાશે, પણ એમાં થોડો સમય લાગશે. બૅન્ગલોરના નાઇસ રોડ પર ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સ્કાયડેક બનશે. કર્ણાટક સરકારે કૅબિનેટમાં એને મંજૂરી આપી છે. સ્કાયડેક ૨૫૦ મીટર ઊંચો બનશે અને દક્ષિણ એશિયાની એ સૌથી ઊંચી ઇમારત હશે, દિલ્હીના ૭૩ મીટર ઊંચા કુતુબમિનાર કરતાં એ ત્રણ ગણો ઊંચો હશે અને બૅન્ગલોરની જ સૌથી ઊંચી ઇમારત ગણાતા ૧૬૦ મીટર ઊંચાઈના CNTC પ્રેસિડેન્શિયલ ટાવર કરતાં પણ ઊંચો હશે. સ્કાયડેક બન્યા પછી અહીંથી ૩૬૦ ડિગ્રીમાં આખું બૅન્ગલોર જોઈ શકાશે. સ્કાય ડેકને મેટ્રોલાઇન સાથે જોડવાની સાથે ત્યાં શૉપિંગ કૉમ્પ્લેક્સ પણ બનશે.