બિનજરૂરી કે સૌથી વધુ ખરાબ મનાતા કાનના વાળ વાસ્તવમાં શરીરના સંવેદનાત્મક અંગ માટે ફાયદાકારક છે
Offbeat
ઍન્થની વિક્ટર
તામિલનાડુમાં એક નિવૃત્ત હેડમાસ્ટરે કાનના સૌથી લાંબા વાળ ધરાવવા બદલ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ઍન્થની વિક્ટર નામના આ નિવૃત્ત હેડમાસ્ટરના કાનના વાળની લંબાઈ ૧૮.૧ સેન્ટિમીટર (૭.૧૨ ઇંચ) છે. મદુરાઈના ભૂતપૂર્વ ટીચરે ૨૦૦૭માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી લાંબા કાનના વાળ માટે સ્થાન મેળવ્યું હતું અને ત્યાર બાદ હજી સુધી કોઈએ આ રેકૉર્ડ બ્રેક નથી કર્યો.
વિદ્યાર્થીઓ દ્વારા કાનના વાળવાળા શિક્ષકના હુલામણા નામે ઓળખાતા ઍન્થની વિક્ટરના બહારના કાનના મધ્ય ભાગમાંથી વાળ ફૂટી રહ્યા હોવાનું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં જણાવાયું છે. સતત ૧૫ વર્ષ સુધી આ રેકૉર્ડ ઍન્થની વિક્ટરના નામે કાયમ રહ્યો હોવાથી તેઓ ફરી એક વાર ૨૦૨૩માં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામશે.
ADVERTISEMENT
બિનજરૂરી કે સૌથી વધુ ખરાબ મનાતા કાનના વાળ વાસ્તવમાં શરીરના સંવેદનાત્મક અંગ માટે ફાયદાકારક છે અને એ માનવશરીરના સ્ટેબિલાઇઝર તરીકે કામ કરે છે. નાકના વાળની જેમ જ કાનના વાળ પણ કાનને નુકસાન પહોંચાડનારા જંતુઓ, ચેપ અને કચરા સામે સંરક્ષણ પ્રદાન કરે છે.