એક યુવાન કબૂતરને પકડીને પહેલાં એને પંપાળે છે અને પછી તેના ગળામાં પ્લાસ્ટિકની થેલીની અંદર ચિઠ્ઠી મૂકીને કાનમાં કંઈક કહે છે
અજબગજબ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સ્માર્ટફોન, રોબો અને ડ્રોનના જમાનામાં કોઈ સંદેશાવહન કે માલની ડિલિવરી માટે કબૂતરનો ઉપયોગ કરે તો કેવું લાગે? યસ, સોશ્યલ મીડિયા પર ભારતના કોઈક ગામડાનો એક વિડિયો આવું જ કંઈક બતાવે છે. એમાં એક યુવાન કબૂતરને પકડીને પહેલાં એને પંપાળે છે અને પછી તેના ગળામાં પ્લાસ્ટિકની થેલીની અંદર ચિઠ્ઠી મૂકીને કાનમાં કંઈક કહે છે. કબૂતર ત્યાંથી ઊડીને ગામની વાંકીચૂંકી ગલીઓમાં થઈને એક નાનકડા કરિયાણાવાળાને ત્યાં પહોંચે છે. ત્યાં બેઠેલી છોકરી કબૂતરને પકડીને થેલીમાંથી ચિઠ્ઠી કાઢીને વાંચે છે અને પછી એમાં લખ્યા મુજબનો સામાન થેલીમાં મૂકીને કબૂતરને પાછું છોડી દે છે. કબૂતરભાઈ પાછા માલિક પાસે જઈ પહોંચે છે. છેને મૉડર્ન યુગમાં પછાતો જેવું કારનામું?