જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ ટ્વિટર પર મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના સીઈઓ અનિરુદ્ધ કોહલીનો ઑટો ચલાવતો એક ફોટો શૅર કર્યો છે.
Offbeat News
બ્રીચ કૅન્ડીના સીઈઓ ઑટો ચલાવવા માંડ્યા
જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રએ ટ્વિટર પર મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલના સીઈઓ અનિરુદ્ધ કોહલીનો ઑટો ચલાવતો એક ફોટો શૅર કર્યો છે. આનંદ મહિન્દ્રના જણાવ્યા મુજબ, કોહલીને આ ઈ-ઑટોરિક્ષા ગમી ગઈ અને તેમણે મહિન્દ્રને મેસેજ મોકલ્યો કે ‘તમારી કંપનીનાં વેહિકલ્સમાંથી મેં ખરીદેલું એક વેહિકલ.’ આનંદ મહિન્દ્રએ શૅર કરેલા ફોટોમાં કોહલી મુંબઈના અલીબાગની સડકો પર ફરતા દેખાય છે, જેમાં તેમનાં પત્ની પાછળની સીટ પર બેઠાં છે. સોશ્યલ મીડિયા યુઝર્સ પણ આ ઇકો-ફ્રેન્ડલી થ્રી-વ્હીલરને કમેન્ટ સેક્શનમાં અપ્રિશિએટ કરી રહ્યા છે.