હવાઈમથક પર ખાણીપીણી, ખરીદીના સ્ટોર્સની જેમ એક સ્ટૉલ મૅટ્રિમોનીનો પણ હોય છે.
અજબગજબ
વાયરલ તસવીર
હા, સાચું કહું છું. જો તમને યોગ્ય મુરતિયો કે મનગમતી કન્યા ન મળતી હોય તો એક આંટો ઍરપોર્ટ પર મારી આવજો. આપણે ત્યાં દીકરો કે દીકરી ૨૦-૨૨ વર્ષનાં થાય એટલે મમ્મી-પપ્પાઓ યોગ્ય પાત્ર શોધવાનું રાષ્ટ્રીય અભિયાન આદરી દેતાં હોય છે. પહેલાં ઘરઘરાઉ માગાં આવતાં, પણ સમય જતાં આ ધીકતો ધંધો બની ગયો અને મૅટ્રિમોનિયલ વેબસાઇટ્સ શરૂ થઈ ગઈ અને હવે આ વેબસાઇટને પણ ટપી જાય એવો પ્રયોગ શરૂ થયો છે. હવાઈમથક પર ખાણીપીણી, ખરીદીના સ્ટોર્સની જેમ એક સ્ટૉલ મૅટ્રિમોનીનો પણ હોય છે. આ જે તસવીર છે એ ચેન્નઈ ઍરપોર્ટની છે. આવા જ સ્ટૉલ મુંબઈ, હૈદરાબાદ, બૅન્ગલોર અને દિલ્હી ઍરપોર્ટ પર પણ ખૂલ્યા છે.