બિકાનેરના નૅશનલ ઇક્વાઇન રિસર્ચ સેન્ટરના નિષ્ણાતોએ પહેલી વાર ફ્રોઝન ભ્રૂણમાંથી ઘોડાનું બચ્ચું પેદા કરવામાં સફળતા મેળવી છે
અજબગજબ
ફ્રોઝન ભ્રૂણમાંથી ઘોડાનું બચ્ચું
બિકાનેરના નૅશનલ ઇક્વાઇન રિસર્ચ સેન્ટરના નિષ્ણાતોએ પહેલી વાર ફ્રોઝન ભ્રૂણમાંથી ઘોડાનું બચ્ચું પેદા કરવામાં સફળતા મેળવી છે. ૨૦ કિલો વજનના આ ન્યુ બૉર્ન બચ્ચાનું નામ રાજ-શીતલ રાખવામાં આવ્યું છે. જેમ માણસોમાં ટેસ્ટ ટ્યુબ બેબી અને ભ્રૂણને ફ્રોઝન કરીને સાચવવાની પ્રક્રિયા વિકસી છે એવું જ ઘોડામાં કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા માટે ઘોડાનું ફ્રોઝન વીર્ય એક ઘોડીના વુમ્બમાં દાખલ કરવામાં આવ્યું હતું. ઘોડીના બૉડીમાં તૈયાર થયેલું ભ્રૂણ બહાર કાઢીને એને લિક્વિડ નાઇટ્રોજનમાં ફ્રોઝન કરીને રાખવામાં આવ્યું. બે મહિના ચોક્કસ તાપમાને એ ભ્રૂણને જાળવ્યા પછી સરોગેટ ઘોડીના શરીરમાં એને સ્થાપિત કરવામાં આવ્યું. આ સરોગેટ ઘોડીએ તાજેતરમાં ફ્રોઝન ભ્રૂણમાંથી બચ્ચું ડિલિવર કર્યું હતું.