ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ટ્વિટર અકાઉન્ટે મંગળવારે એક વિડિયો શૅર કર્યો હતો
ડૉગીઓએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકૉર્ડ
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના ટ્વિટર અકાઉન્ટે મંગળવારે એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં એક જર્મન ડૉગ ટ્રેઇનર વુલ્ફગૅન્ગ લૌનબર્ગરે ૧૪ ડૉગીઓને બે પગે એક લાઇનમાં ઊભા કરી ચલાવ્યા હતા. એકસાથે ૧૪ ડૉગી એક લાઇનમાં ચલાવવાનો આ પ્રથમ વર્લ્ડ રેકૉર્ડ છે. આ અગાઉ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેની દીકરી ઍલેક્સાએ ૯ ડૉગને આ રીતે લાઇનમાં ચલાવ્યા હતા. વિડિયોમાં જોઈ શકાય છે કે આ ડૉગીઓને એમના પાછલા પગે ઊભા રખાવીને આગળના પગ એમની આગળ ઊભેલા ડૉગ પર ગોઠવીને બૅલૅન્સ કરીને ચલાવાયા હતા.