પોલીસને સમજાયું કે તેમણે CCTV કૅમેરાનાં ફુટેજ જ્યારે તપાસ્યાં ત્યારે લૂંટારાઓ ડસ્ટબિનમાં કેમ જોતા હતા.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ગ્વાલિયરના આંનદનગરમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના એક ATMમાંથી ૧૪ લાખ ૧૪ હજાર રૂપિયા લૂંટાયા એના બે આરોપીઓ પકડાઈ ગયા એ પછી તેમની પાસેથી પોલીસને આશ્ચર્યકારક વિગતો મળી છે. આ લૂંટારાઓએ પોલીસને કહ્યું કે અમે ડસ્ટબિન જોઈને નક્કી કરીએ છીએ કે જે-તે ATM લૂંટવું કે નહીં. પોલીસને આ સાંભળીને સ્વાભાવિક રીતે જ નવાઈ લાગી. આરોપીઓએ વિગતવાર સમજાવતાં કહ્યું કે કોઈ પણ ATMને લૂંટતાં પહેલાં અમે ATMના ડસ્ટબિનને ફંફોસીએ, કારણ કે મશીનમાં કૅશ ભરવા આવતા કર્મચારીઓ નોટોની થપ્પી પર બાંધેલી પટ્ટી ડસ્ટબિનમાં ફેંકતા હોય છે અને આવી કેટલી પટ્ટી કચરાપેટીમાં છે એ જોઈને અમને ખબર પડતી હોય છે કે ATMમાં કેટલી રોકડ છે. આ સાંભળ્યા પછી પોલીસને સમજાયું કે તેમણે CCTV કૅમેરાનાં ફુટેજ જ્યારે તપાસ્યાં ત્યારે લૂંટારાઓ ડસ્ટબિનમાં કેમ જોતા હતા.