Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નેપાલમાં પૂજા થાય છે જીવતીજાગતી દેવીની

નેપાલમાં પૂજા થાય છે જીવતીજાગતી દેવીની

31 March, 2024 01:32 PM IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાઠમાંડુની પાસેના ભક્તાપુર ગામ પાસે દેશની જીવતીજાગતી દેવી તાજેતરમાં બિરાજમાન છે.

 લિવિંગ ગૉડેસ

લિવિંગ ગૉડેસ


નેપાલમાં એક અનોખી પરંપરા છે જેમાં ત્રણ-ચાર વર્ષની કન્યાને લિવિંગ ગૉડેસ એટલે કે જીવતીજાગતી દેવીની જેમ પૂજવામાં આવે છે. આ કન્યાને લિટરલી મંદિરમાં મૂર્તિના સ્થાને બિરાજમાન કરવામાં આવે છે અને લોકો તેની પૂજા કરે છે. ચોક્કસ વારતહેવારે આ દેવીને ગામમાં દર્શન આપવા માટે રથમાં બેસાડીને ફેરવવામાં આવે છે. કાઠમાંડુની પાસેના ભક્તાપુર ગામ પાસે દેશની જીવતીજાગતી દેવી તાજેતરમાં બિરાજમાન છે. કુમારીદેવી તરીકે ઓળખાતી આ કન્યા જેવી રજસ્વલા ધર્મમાં બેસે એટલે તેનો દેવીનો તાજ છીનવાઈ જાય છે. એ પછી તે દેવીની પૂજારણ થઈને રહે છે. ભૂતકાળમાં દેવીનો તાજ પહેરી ચૂકેલી કન્યાને લગ્ન કરીને નૉર્મલ જિંદગી જીવવાનો હક નથી રહેતો. કેટલાક લોકોનું કહેવું છે કે પહેલાં ભૂતપૂર્વ દેવીઓનાં લગ્ન થતાં હતાં, પરંતુ તેમની સાથે લગ્ન કરનાર પુરુષનું અકાળે અવસાન થઈ જતું હતું એટલે દેવીમાં બિરાજમાન થયેલી કન્યાએ આજીવન કુંવારી રહેવું પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2024 01:32 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK