ઉત્તર ઇંગ્લૅન્ડના રિપોન શહેર પાસે એક ફ્લાવર અને વેજિટેબલ શો શરૂ થયો છે
અજબગજબ
સ્ટફીન પર્વિસ
ઉત્તર ઇંગ્લૅન્ડના રિપોન શહેર પાસે એક ફ્લાવર અને વેજિટેબલ શો શરૂ થયો છે. એમાં સ્થાનિક ખેડૂતો તેમણે ઉગાડેલી અજાયબી કહેવાય એવી ચીજો લઈને પ્રદર્શિત કરવા આવે છે. અહીં જાયન્ટ કદનાં શાકભાજી લઈને અનેક ખેડૂતો આવ્યા છે. સ્ટફીન પર્વિસ નામના ખેડૂતભાઈના નામે ૭.૬ કિલોનો એક કાંદો ઉગાડવાનો રેકૉર્ડ નોંધાયો છે. આ કાંદો તેમના માથા કરતાં દોઢ ગણી સાઇઝનો છે. ક્રિસ મૅરિયટ નામના ખેડૂતે ૧૮.૮ કિલોનું એક બીટ ઉગાડ્યું છે અને તેની વાઇફે ૭.૮૫ કિલોનું એક ગાજર. અહીં એક મીટર જેટલી સૌથી લાંબી કાકડી પણ જોવા મળશે.