મોમોત્સુકી છેલ્લાં ૧૪ વર્ષથી બાગકામ કરી રહેલી માળી છે
‘પરી’ માટે પાંખડીઓમાંથી બનાવ્યો ડ્રેસ
જપાનના ૨૦ વર્ષની કલાકાર મોમોત્સુકીએ તેના ફૂલો પ્રત્યેના પ્રેમ અને પરીકથાઓ પ્રત્યેના આકર્ષણનો સુભગ સમન્વય કરીને ફૂલની પાંખડીઓની મદદથી બેજોડ ‘ફેરી ડ્રેસ’ તૈયાર કર્યો છે. પરીનાં વસ્ત્રો તૈયાર કરવા માટે ફૂલની પાંખડીઓ એકદમ યોગ્ય હોવાનું જો તમે માનતા હો તો પણ ફૂલોની પાંખડીઓ વડે ફેરી ડ્રેસ તૈયાર કરવા માટે તમારામાં કલ્પનાશક્તિ ઉપરાંત એક કલાકારની કલા પણ હોવી જરૂરી છે.
મોમોત્સુકી છેલ્લાં ૧૪ વર્ષથી બાગકામ કરી રહેલી માળી છે. ૨૦ વર્ષની આ મહિલાએ છોડવા પ્રત્યેના પ્રેમ અને પરીઓની દુનિયા વિશેની કલ્પનાશક્તિને વાસ્તવિક સ્વરૂપ આપી પેન્સિઝ, મૉર્નિંગ ગ્લૉરી, ગુલાબ અને કાર્નેશન જેવાં ફૂલોની પાંખડીઓની મદદથી સુંદર ડ્રેસ તૈયાર કર્યો છે.
આ ડ્રેસ તૈયાર કરવા માટેનાં મોટા ભાગનાં ફૂલો મોમોત્સુકીના પોતાના બગીચામાંથી લેવામાં આવ્યાં છે. જોકે કેટલાક ડ્રેસ માટે ખરી પડેલાં ફૂલો, રસ્તા પરનાં ફૂલો, તો વળી કેટલાક ડ્રેસ માટે અન્ય કોઈના બગીચાનાં ખરી પડેલાં ફૂલો માલિકની પરવાનગીથી ઉપયોગમાં લેવાયાં છે.