નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગની આવક વિશે હંમેશાં વિવાદ થતો હોય છે, પરંતુ હવે તો ખાણીપીણીના નાના દુકાનદારો સાથે પણ નોકરિયાત વર્ગની સરખામણી થવા માંડી છે.
લાઇફમસાલા
નવીન કોપ્પારામ
નોકરિયાત વર્ગ અને વેપારી વર્ગની આવક વિશે હંમેશાં વિવાદ થતો હોય છે, પરંતુ હવે તો ખાણીપીણીના નાના દુકાનદારો સાથે પણ નોકરિયાત વર્ગની સરખામણી થવા માંડી છે. સોશ્યલ મીડિયા પર નવીન કોપ્પારામ નામની વ્યક્તિએ એક પોસ્ટ મૂકી છે જેમાં તેણે લખ્યું છે કે તેના ઘર પાસે એક ઢોસા વેચનારો દરરોજ ૨૦,૦૦૦ રૂપિયા કમાય છે એટલે કે મહિને ૬ લાખ રૂપિયાની આવક રળે છે, તમામ પ્રકારનો ખર્ચ કાઢી નાખીએ તો પણ એ માણસ મહિને ત્રણથી સાડાત્રણ લાખ રૂપિયાની ચોખ્ખી આવક રળે છે, ઢોસા વેચનારાને મહિને ત્રણથી સાડાત્રણ લાખની આવક છે છતાં એક રૂપિયાનો ટૅક્સ ભરતો નથી, બીજી તરફ મહિને ૬૦,૦૦૦નો પગાર લેનાર નોકરિયાતને આવકના ૧૦ ટકા ટૅક્સ ભરવો પડે છે અને સ્ટ્રીટ-વેન્ડર કરમુક્ત હોય છે. ઓ પોસ્ટને પગલે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે નોકરી કરવા કરતાં તો ખાણીપીણીનો ધંધો કરવો સારો. આ ચર્ચામાં એક યુઝરે લખ્યું કે ડૉક્ટરો, વકીલો, ચાવાળા, ગૅરેજમાલિકો અને કેટલાક વેપારીઓ વિદેશમાં રજા ગાળે છે, ઘરનું રિપેરિંગ કરાવે છે, દર વર્ષે નવાં વાહન ખરીદે છે છતાં તેઓ કોઈ ટૅક્સ ભરતા નથી.