લૉરા અને ડેવન ઓ’ગ્રેડીનાં લગ્ન થવાનાં હતાં. બીજાં યુગલોની જેમ આ બન્નેએ પણ હનીમૂનનું પ્લાનિંગ કર્યું હતું.
અજબગજબ
લૉરા મર્ફી
સામાન્ય રીતે લગ્ન કરીને દંપતી હનીમૂન પર જતું હોય છે પણ કૅનેડાની લૉરા મર્ફી એકલી જ હનીમૂન પર ગઈ હતી. લૉરા અને ડેવન ઓ’ગ્રેડીનાં લગ્ન થવાનાં હતાં. બીજાં યુગલોની જેમ આ બન્નેએ પણ હનીમૂનનું પ્લાનિંગ કર્યું હતું, પરંતુ હૃદયની બીમારીને કારણે લગ્ન થાય એ પહેલાં જ ડેવનનું મૃત્યુ થયું હતું. ભાવિ પતિના મૃત્યુથી લૉરા ઘણી આઘાતમાં હતી, પણ પતિની ઇચ્છાને માન આપીને લૉરા લંડન અને નીસમાં એકલી જ ફરવા ગઈ હતી. તેણે ત્યાંના વિડિયો પણ શૅર કર્યા હતા. અનેક લોકોએ લૉરાને રિયલ હીરો ગણાવી છે.