Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લખતાં-વાંચતાં જ નહોતું આવડતું એ સ્ટુડન્ટને ૧૦મા ધોરણમાં ૯૯.૭ ટકા આવ્યા

લખતાં-વાંચતાં જ નહોતું આવડતું એ સ્ટુડન્ટને ૧૦મા ધોરણમાં ૯૯.૭ ટકા આવ્યા

27 May, 2024 08:51 AM IST | Karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઈ મેરિટને કારણે ૨૨ એપ્રિલે કર્ણાટકના કોપ્પલ જિલ્લાની સ્થાનિક અદાલતમાં પ્યુનની જૉબ મેળવવામાં સફળ થયો હતો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં બહુ સારા માર્ક્સ લઈ આવે તો તેની સાથે હોશિયાર શબ્દ આપોઆપ જોડાઈ જાય છે. કર્ણાટકમાં બનેલો કિસ્સો આનાથી સાવ ઊલટો છે, કેમ કે એક છોકરો ૧૦મા ધોરણમાં ૯૯.૭ ટકા લાવીને પણ લખી કે વાંચી નથી શકતો. ૨૩ વર્ષનો પ્રભુ લક્ષ્મીકાંત લોકરે હાઈ મેરિટને કારણે ૨૨ એપ્રિલે કર્ણાટકના કોપ્પલ જિલ્લાની સ્થાનિક અદાલતમાં પ્યુનની જૉબ મેળવવામાં સફળ થયો હતો. જોકે કોર્ટના જજ સામે આ પ્યુનની પોલ ખૂલી ગઈ કે આ વ્યક્તિને તો લખતાં-વાંચતાં જ નથી આવડતું.


જજની ફરિયાદને આધારે ૨૬ એપ્રિલે પ્યુન સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) થઈ, જેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રભુ લોકરેએ સાતમા ધોરણ પછી સીધી દસમા ધોરણની પરીક્ષા આપી હતી અને ૬૨૫માંથી ૬૨૩ ગુણ મેળવ્યા હતા. રિઝલ્ટમાં ૯૯.૭ ટકા હોવા છતાં આ ભાઈ અંગ્રેજી કે હિન્દી તો ઠીક, પોતાની કન્નડ ભાષામાં પણ વાંચી કે લખી નથી શકતો. યુવકનો ભાંડો ફૂટ્યા બાદ જજે અન્ય ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તપાસ કરવાની માગણી કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2024 08:51 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK