કેરળના પલક્કડમાં, સુરેશ નામના 49 વર્ષીય વ્યક્તિનું સ્થાનિક ક્લબમાં ઓણમની ઉજવણીના ભાગ રૂપે યોજાયેલી ઇડલી-ખાવાની સ્પર્ધા દરમિયાન ગૂંગળામણને કારણે મૃત્યુ થયું હતું.
અજબગજબ
સુરેશ (કેરળના ઈડલી મેન)
કેરલાના પલક્કડમાં સુરેશ નામના ૪૯ વર્ષના એક ભાઈએ ઓણમની ઉજવણી માટે એક સ્થાનિક ક્લબમાં યોજાયેલી ઇડલી ઇટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ચાર જણે ભાગ લીધો હતો અને એ જોવા માટે ૬૦-૭૦ લોકો ભેગા થયા હતા. સુરેશે એકસાથે ત્રણ ઇડલી મોઢામાં મૂકી હતી અને એ પછી અડધી મિનિટમાં તે અનઈઝી ફીલ કરવા લાગ્યો અને પછી બેભાન થઈને ઢળી પડ્યો. લોકોએ તેનું મોઢું ખોલીને ઈડલીનો ડચૂરો બહાર કાઢવાની કોશિશ કરી અને ત્યાંથી તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં સુધીમાં સુરેશનો જીવ નીકળી ગયો હતો.