આ બનાવને પરિણામે સ્ટેશનના કર્મચારી અને સ્થાનિક અધિકારીઓ મૂંઝાઈ ગયા હતા
અલબામા રાજ્યમાં એક રેડિયો સ્ટેશનનો ૨૦૦ ફુટ ઊંચો ટાવર
અમેરિકાના અલબામા રાજ્યમાં એક રેડિયો સ્ટેશનનો ૨૦૦ ફુટ ઊંચો ટાવર અને અન્ય બ્રૉડકાસ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ રાતોરાત ચોરાઈ ગયાં હતાં. આથી રેડિયોનું પ્રસારણ બંધ થઈ ગયું હતું. આ બનાવને પરિણામે સ્ટેશનના કર્મચારી અને સ્થાનિક અધિકારીઓ મૂંઝાઈ ગયા હતા. વિસ્તારમાં સાફસફાઈ માટે એક કર્મચારી શુક્રવારે આવ્યો ત્યારે તેને ટાવર ગુમ થયો હોવાનું જણાયું હતું.
આ ચોરી ઉપરાંત ચોરટાઓએ બાજુના મકાનમાં ભાંગફોડ પણ કરી હતી. તેમણે જમીન પર ચારેકોર વાયર વિખેર્યા હતા અને ખાસ્સું એવું નુકસાન કર્યું હતું. ટ્રાન્સમીટર સહિત બ્રૉડકાસ્ટિંગ માટેનાં દરેક ઇક્વિપમેન્ટ્સ ચોરાયાં હતાં.જાસ્પરના મેયર ડેવિડ ઓમેરીએ આ બનાવ બાબતે ચિંતા દર્શાવી હતી. સ્ટેશનના માલિક અને તપાસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી છતાં ચોરીની ઘટનાને સાંકળતી કોઈ કડી મળી નહોતી.